Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કર્ણાવતી ક્લબમાં કોરોનાની એન્ટ્રી, ત્રણ જણાં પોઝિટિવ

કર્ણાવતી ક્લબમાં કોરોનાની એન્ટ્રી, ત્રણ જણાં પોઝિટિવ

0
42
  • 9 જણાંને કોરોના પોઝિટિવ આવ્યા હોવાની વાતો વહેતી થઇ

  • 65 વર્ષથી વધુ વયની વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ છતાં હોદ્દેદાર આવતાં હોવાની ફરિયાદ

અમદાવાદ: એસ.જી. હાઇવે પર આવેલી કર્ણાવતી ક્લબ (Karnavati Club)ના મેનેજરો સહિત કુલ 9 જણાંને કોરોના પોઝિટિવ આવ્યા હોવાની વાત વહેતી થતાં ભારે ચકચાર મચી જવા પામ્યો હતો. જો કે કલબ (Karnavati Club)ના પ્રમુખ એન.જી. પટેલે માત્ર ત્રણ જ જણાંને કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું જણાવ્યું છે. તેમના કારણે અન્ય લોકો સંક્રમણમાં આવ્યા હોવાથી તમામને હોમ કવોરોન્ટાઇન કરી દેવાયા હોવાનું જણાવ્યું છે. જેમને કોરોના પોઝિટિવ આવ્યો છે તેમને તબીબી સારવાર લેવા સૂચના આપી છે. તેની સાથોસાથ જોખમી પ્રવુત્તિઓ બંધ કરી દેવાની સૂચના આપી હોવાનું પણ જણાવ્યું છે.

કોરોના મહામારીના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન થયું હતું. ત્યારબાદ કેન્દ્રીય ગુહ મંત્રાલય દ્રારા તબક્કાવાર અનલોક જાહેર કરવામાં આવ્યા હતા.

જેના ભાગરુપે ગાંધીનગર સરખેજ હાઇવે પર આવેલી કર્ણાવતી કલબ (Karnavati Club)ને શરૂ કરવામાં આવી હતી.

પરંતુ બાળકો અને 65 વર્ષથી વધુ આયુ ધરાવતાં સભાસદોના આવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

જો કે આજે કલબના ઇવેન્ટ મેનેજર રાજુ દવે, તથા દિપક ત્રિવેદી સહિત જીતુભાઇ તેમ જ 6 સ્વિપરને કોરોના પોઝિટિવ આવ્યો હોવાની વાતે ભારે ચકચાર જગાવ્યો હતો. તેમાંય 65 વર્ષથી વધુ વયના વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં 80 વર્ષથી વધુ વય ધરાવતાં સેક્રેટરી આર.કે. ભટ્ટ આવી રહ્યાં છે તેમને પણ કોરોના પોઝિટિવ હોવાની વાતો ફેલાઇ છે.

આ પણ વાંચો: કોરોનાનું કેન્દ્ર બિદું કમલમ : MLA ઇમરાન ખેડાવાલાનો સણસણતો આરોપ

આ અંગે કલબ (Karnavati Club)ના પ્રમુખ એન.જી. પટેલે સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, 9 જણાંને કોરોના પોઝિટિવ આવ્યાની વાત તદ્દન ખોટી છે.

માત્ર ત્રણ જણાં રાજુ દવે તથા દિપક ત્રિવેદી અને જીતુને કોરોના પોઝિટિવ આવ્યો છે.

બાકીના તેમના સંક્રમણમાં આવ્યા હોવાથી રજા આપવામાં આવી છે.

ભટ્ટ સાહેબ સી.ઇ.ઓ. છે તેમની ઉંમર છે. પણ તેઓ ઓફિસની કેબિનમાં જ બેસી રહે છે.

તે પણ કોઇક દિવસ આવે છે. અમે સાવચેતી રાખીએ છીએ. સામાન્ય છીંક પણ કોઇને આવે તો ચકાસણી કરાવી લેવા સૂચના આપી દઇએ છે.

કલબ ચાલુ છે. પરંતુ સક્રમણ થાય તેવી પ્રવુતિ બંધ કરી દેવાની સૂચના આપી છે.

આ પણ વાંચો: રાજયના ડોક્ટરો જ કોરોનાથી અસુરક્ષિત,તો પ્રજા કોને ભરોસે?

કોરોનાના કેસોનો બીજો રાઉન્ડ ચાલુ થયો હોય તેમ કેસોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાતો જાય છે.

વચ્ચેના સમયમાં થોડાં સમય માટે કોરોનાના કેસો ઘટી ગયા હતા.

પરંતુ વળી પાછું આ કેસોમાં એકદમ ઉછાળો આવ્યો છે.

હાલ આ કેસો દરરોજ એક હજારથી વધુ નોંધાવવા લાગ્યા છે.