Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સુરત: હીરા ઉદ્યોગમાં મંદીના મારથી ત્રસ્ત 3 દિકરીના પિતાની મોતની છલાંગ

સુરત: હીરા ઉદ્યોગમાં મંદીના મારથી ત્રસ્ત 3 દિકરીના પિતાની મોતની છલાંગ

0
381

સુરતના હીરા ઉદ્યોગમાં તાજેતરમાં ભારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. અનેક લોકોના ઘર નાના-મોટા કારખાના બંધ થવાના કારણે વેર વિખેર થઈ ગયા છે, જયારે બેરોજગાર થયેલ કારીગરો બેરોજગારીથી કંટાળી પોતાના જીવનનો અંત લાવી રહ્યા છે. આ દરમિયાન સુરતના વેડરોડ પર રહેતા અને પરિવારના 7 સભ્યોનું જીવનનિર્વાહ ચલાવતા યુવકે બેરોજગારીથી કંટાળી મોતની છલાંગ લગાવી પોતાની 3 દિકરી અને પત્નીને ભગવાન ભરોસે મૂકીને ગયો છે.

વેડરોડ પર રહેતા 7 સભ્યોનો મધ્યમ વર્ગીય એકબીજાનો સહારો બની રહેતા હતા. આ પરિવારના મોભી 40 વર્ષીય યુવકની નોકરી હાલમાં ચાલી રહેલી મંદીના કારણે 3 માસ અગાઉ છુટી ગઈ હતી. ઘરમાં 3 દીકરીઓના ભવિષ્યની ચિંતા અને બેકારીના કારણે માનસિક તાણમાં આવેલા આ યુવકે પાંચમાં માળેથી જંપલાવી દીધું હતું.

શહેરના વેડરોડ રામજી નગર પાસે ઋષિકેશ એપાર્ટમેન્ટમાં રહેતા ગૌરવભાઈ નવીનભાઈ ગજ્જર(ઉ.વ. 40) ઘરમાં માતા-પિતા, 3 દીકરી અને પત્ની સાથે રહેતા હતા.પરિવારનું ગુજરાન ચલાવવા માટે ઘરમાં પિતા નવીનભાઈ સિક્યુરિટી ગાર્ડ તરીકે તેમજ પત્ની અને મોટી પુત્રી હીરાના કારખાનામાં નોકરી કરતા હતા. જયારે ગૌરવભાઈ અગાઉ હીરાના કારખાનામાં કામ કરતા હતા. હાલમાં ચાલી રહેલી મંદી વચ્ચે કામ છુટી જતા છેલ્લા 3 મહિનાથી બેકાર હતા. ગુરુવારે સવારે તેમની પત્ની સ્વાતિ કારખાને ગઈ હતી. પિતા પણ નોકરી પર ગયા હતા. આ દરમિયાન માતાને હું હમણાં આવું છુ કહીં ઘરેથી નીકળેલા ગૌરવભાઈ ટૅરેસ પર પહોંચી ગયા હતા અને પાંચમાં માળેથી પડતું મુકી જીવન ટુંકાવી દીધું હતું. ટેરેસ પરથી ચપ્પલ મળતા ખબર પડી કે, તેમણે પાંચમાં માળેથી પડતું મુક્યું હતું.

‘એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ’ પ્રદિપ શર્માએ આપ્યું રાજીનામું, લડી શકે છે વિધાનસભા ચૂંટણી