Gujarat Exclusive > દેશ-વિદેશ > અફઘાન સેનાની ‘એર સ્ટ્રાઇક’, બોમ્બથી ઉડાવ્યા 28 તાલિબાની આતંકી

અફઘાન સેનાની ‘એર સ્ટ્રાઇક’, બોમ્બથી ઉડાવ્યા 28 તાલિબાની આતંકી

0
214

અફઘાનિસ્તાનના ફરિયાબ પ્રાંતમાં અફઘાન સેનાએ એર સ્ટ્રાઇક કરી છે. આ એર સ્ટ્રાઇકમાં 28 તાલિબાની આતંકીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. એક સેન્ય અધિકારી અનુસાર, અફઘાનિસ્તાનના ફરિયાબ પ્રાંતમાં ઓછામાં ઓછા 28 તાલિબાની આતંકવાદી માર્યા ગયા છે. અફઘાન વાયુસેનાના એ-29 વિમાને બિલીરબાગ જિલ્લાના ફૈરીબ પ્રાંતમાં તાલિબાનના ઠેકાણાને નિશાન બનાવ્યુ હતું. વિસ્તારની સેના કોર 209 શાહીનના પ્રવક્તાએ શિન્હસમાચાર એજન્સીને જણાવ્યુ કે તાલિબાની આતંકી સુરક્ષા દળ વિરૂદ્ધ હુમલાની યોજના બનાવી રહ્યાં હતા, આ દરમિયાન તે આતંકી ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યા છે.

મહત્વપૂર્ણ છે કે ગત કેટલાક વર્ષમાં પહેલા શાંતિપૂર્ણ ઉત્તરી વિસ્તારમાં હિંસા વધી ગઇ છે, કારણ કે અફઘાન સુરક્ષાદળોએ દક્ષિણ અને પૂર્વ વિસ્તારમાં આતંકવાદીઓ વિરૂદ્ધ ઓપરેશન તેજ કરી દીધુ છે.જોકે, તાલિબાને અત્યાર સુધી હુમલાને લઇને કઇ કહ્યું નથી.

શનિવારે હુમલામાં 24 તાલિબાની આતંકી મર્યા

આ પહેલા શનિવારે મિસાઇલ હુમલામાં 24 તાલિબાની આતંકી માર્યા ગયા હતા જ્યારે 17 ઘાયલ થયા હતા. આ જાણકારી અફઘાનની મિલિટ્રી તરફથી આપવામાં આવી છે. હુમલાના નિશ્ચિત સમયની જાણકારીનો ખુલાસો ના કરતા આર્મી કાર્પ્સ 201 તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યુ, ‘ઇન્ટેલીજન્સ રિપોર્ટ અનુસાર, ઉરૂજગન પ્રાંતમાં મિસાઇલ હુમલા દરમિયાન 24 તાલિબાની આતંકી માર્યા ગયા હતા અને 17 અન્ય ઘાયલ છે.’

ઉત્તર પ્રદેશ: વિજળી વિભાગની મોટી બેદરકારી, વૃદ્ધને 128 કરોડનું બિલ પકડાવ્યું