Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદમાં 24 કન્ટેઇન્મેન્ટ દૂર કરાયાં તેની સામે 19 વિસ્તારો ઉમેરાયાં

અમદાવાદમાં 24 કન્ટેઇન્મેન્ટ દૂર કરાયાં તેની સામે 19 વિસ્તારો ઉમેરાયાં

0
74
  • શહેરમાં માઇક્રો કન્ટેઇન્મેન્ટના ઘટતા જતા વિસ્તારો

  • ગોતા, ચાંદલોડિયા, બોડકદેવ ઉપરાંત ઘાટલોડિયા અને થલતેજ ઉમેરાયા

અમદાવાદ: અમદાવાદ શહેરમાં માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારોની સંખ્યામાં આજે બીજા દિવસે પણ ઘટાડો નોંધાયો છે.

છેલ્લાં કેટલાંક દિવસથી માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં ઉત્તરોત્તર વધારો થતો જતો હતો.

પરંતુ છેલ્લાં બે દિવસથી આ પારો ગગડીને 388 ઉપર પહોંચ્યો હતો.

પરંતુ માઇક્રો કન્ટેઇન્મેન્ટમાં સતત વધારો થવાના બદલે આજે ઘટાડા તરફ પ્રયાણ કરતાં કોર્પોરેશનના અધિકારીઓએ હાશકારો અનુભવ્યો હતો.

તેમાંય આજે એકસાથે 24 વિસ્તારોને દૂર કરવામાં આવ્યા છે.

તેની સામે માત્ર 19 વિસ્તારોને જ ઉમેરવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરમાં ગુરુવારે 405 માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારોનો આંકડો પહોંચ્યો હતો.

શુક્રવારે આ આંકડો ઘટીને 393 પર પહોંચ્યો હતો.

તેમાંથી આજે 24 વિસ્તારોને દૂર કરવામાં આવ્યા હતા.

તેની સામે આજે 19 નવા વિસ્તારોનો ઉમેરો કરવામાં આવ્યો છે.

મતલબ કે 393માંથી 24 વિસ્તારો બાદ કરતાં આંકડો 369 વિસ્તારો થયા હતા.

પરંતુ તેની સામે 19 વિસ્તારો ઉમેરાતાં આ આંકડો 388 પર પહોંચી ગયો છે.

આ પણ વાંચો: BMWના શો રુમ- વર્કશોપમાંથી 7 કોરોના પોઝિટિવ કેસ મળ્યા

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે લેવાઇ રહેલાં શ્રેણીબધ્ધ પગલાંઓની સમીક્ષા માટેની બેઠક આજે અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાના અધ્યસ્થાને મળી હતી.

જેમાં ઉક્ત બાબતની ચર્ચા વિચારણાંના અંતે 24 વિસ્તારોને માઇક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારમાંથી દૂર કરાયા હતા.

તો 19 વિસ્તારોને ઉમેર્યા હતા.

આ ઉમેરાયેલા વિસ્તારોમાં દક્ષિણ ઝોનમાં 3, ઉત્તર ઝોનમાં 5, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 7 તથા પૂર્વ ઝોનમાં 3 અને પશ્ચિમ ઝોનમાં 1 વિસ્તારનો સમાવેશ થાય છે.

જયારે આજે દક્ષિણ પશ્ચિમ ઝોન તથા મધ્ય ઝોનમાં આજે પણ એક પણ વિસ્તારનો સમાવેશ થયો ન હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં મૂકાયેલા વિસ્તારોમા આજે ઉત્તર પશ્ચિમ ઝોનના સૈથી વધુ 7 વિસ્તારો મૂકાયા હતા.

જેમાં ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, થલતેજ તથા બોડકદેવ વિસ્તારોની સોસાયટીઓ, ફલેટોનો સમાવેશ થઇ જાય છે.

આ પણ વાંચો: GCCIના હોદ્દેદારોની ચૂંટણીમાં 50 ટકા જેટલું મતદાન

આ નવા માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારોમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્રારા આવતીકાલ તા. 4થી સઘન અને ઘનિષ્ઠ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્ક્રીનીંગની કામગીરી હાથ ધરાશે.

તેની સાથોસાથ પોલીસને પણ તૈનાત કરી દેવામાં આવી છે.