Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > 2002માં 4 બ્રિટિશ નાગરિકોની હત્યાનો કેસઃ PM મોદીનું નામ કાઢવા કોર્ટનો આદેશ

2002માં 4 બ્રિટિશ નાગરિકોની હત્યાનો કેસઃ PM મોદીનું નામ કાઢવા કોર્ટનો આદેશ

0
118
  • સાબરકાંઠાના પ્રાંતિજમાં સાબરકાંઠાની સ્થાનિક કોર્ટના ચુકાદો
  • કોર્ટે કહ્યું-PM મોદી સામેના આક્ષેપ સામાન્ય-અસ્પષ્ટ અને પુરવા વિનાના છે
  • ફરિયાદમાં મોદી-ઝડફિયા, પૂર્વ IPS, IAS અધિકારીઓ સહિત 12ના નામ 

પ્રાંતિજઃ ઉત્તર ગુજરાતના સાબરકાંઠાની એક સ્થાનિક(Sabarkantha local court)કોર્ટે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ને રાહત આપતો ચુકાદો આપ્યો. પ્રાંતિજમાં પ્રિન્સિપલ સીનિયર સિવિલ જજ સુરેશ ગઢવીએ શનિવારે 2002ના ગોધરા કાંડ પછીના રમખાણોમાં 4 બ્રિટિશ નાગરિકોની થયેલી હત્યામાં વળતર મેળવવાના દાવા કેસમાંથી PM મોદીનું નામ કાઢી નાંખવા આદેશ કર્યો છે.

આ કેસમાં ગુજરાતના તત્કાલી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે પૂર્વ IPS કે. ચક્રવર્તી અને અમિતાભ પાઠક તેમજ પૂર્વ IAS અધિકારી અશોક નારાયણ સાથે આરોપી તરીકે નામ હતા.

કોર્ટે નોંધ્યું હતું કે આ દાવા કેસમાં આરોપી તરીકે મોદી સામે જે આક્ષેપો કરાયા છે, તે સામાન્ય અને અસપ્ષ્ટ છે. તેમજ તેમની આ કૃત્યમાં સીધી કે આડકતરી સંડોવણીના કોઇ નક્કર પુરાવા નથી.

આ પણ વાંચોઃ મોદી સરકાર વિરુદ્ધ મજદૂર સંગઠનોનું હલ્લાબોલ, 23 સપ્ટેમ્બરે રાષ્ટ્રવ્યાપી પ્રદર્શન

PM નરેન્દ્ર મોદી વતી એડવોકેટ એસ એસ શાહ દ્વારા કોર્ટમાં આ કેસમાંથી વડાપ્રધાન મોદીનું નામ આરોપી તરીકે કાઢવા અરજી દાખલ કરાઇ હતી. તેના અનુસંધાનમાં શનિવારે કોર્ટે ચુકાદો આપ્યો છે. શાહે કોર્ટમાં એવી દલીલ કરી હતી કે તેમના અસીલનું નામ આ દાવા કેસમાં કોઇ પણ કારણ અને જરુરિયાત વિના નાંખવામાં આવ્યું છે.

2002માં ટોળાએ 4 બ્રિટિશ નાગરિકની હત્યા કરી હતી

ગોધરા કાંડ પછી ફાટી નીકળેલા રમખાણોમાં 28 ફેબ્રુઆરી 2002ના રોજ નેશનલ હાઇવે નંબર 8 પર ચાર બ્રિટિશ નાગરિક સઇદ દાઉદ, શકીલ દાઉદ, મુહમ્મદ અસવતની ટોળાએ હત્યા કરી નાંખી હતી. આ લોકો આગરા અને જયપુરની મુલાકાત બાદ દક્ષિણ ગુજરાતમાં નવસારીના લાજપુર ગામેથી પરત થઇ રહ્યા હતા. ત્યારે ઘટનાસ્થળે ત્રણેય ને રહેંસી નાંખવામાં આવ્યા હતા. જ્યારે ચોથી વ્યક્તિનો મૃતદેહ મળ્યો નહતો તેથી તેને મૃત માની લેવામાં આવ્યો હતો.

સ્પેશિયલ કોર્ટે તમામ 6 આરોપીને 2015માં નિર્દોષમુકત કર્યા

2002માં સાબરમતી એક્સપ્રેસમાં ગોધરા ખાતે 57 કાર સેવકોની કરાયેલી હત્યા બાદ સમગ્ર ગુજરાતમાં કોમવાદી રમખાણો ફાટી નીકળ્યા હતા. તેમાં આ 4 બ્રિટિશ નાગરિકોની હત્યા કરાઇ હતી. તે કેસમાં 2015માં સ્પેશિયલ કોર્ટે તમામ 6 ઓરોપીઓને પુરાવના અભાવે દોષમુક્ત ઠેરવ્યા હતા. સુપ્રીમ કોર્ટે નીમેલી ખાસ તપાસ ટીમ (SIT)ને ગુજરાત રમખાણોના 9 મહત્વના કેસો પૈકીનો આ એક કેસ છે.

મૃતકોના સગા ઇમરાન દાઉદે ફરિયાદ નોંધાવી હતી

રમખાણમાં ભોગ બનેલા બ્રિટિશ નાગરિકોના સગા ઇમારના દાઉદે પ્રાંતિજ પોલીસ મથકમાં ત્યારે FIR નોંધાવી હતી. પાછળથી 2004માં વળતરના દાવાનો કેસ દાખલ કરાયો હતો.

આ પણ વાંચોઃ ડિજીટલ સ્ટાઈક બાદ ડ્રેગન વિરૂદ્ધ મોદી સરકારનો વધુ એક આકરો નિર્ણય

સમીના દાઉદે 20 કરોડનો વળતર માગ્યો છે

2002માં સમીના દાઉદ નામની બ્રિટિશ મહિલા નાગરિક સહિત મૃતકોના અન્ય સગાઓએ સાબરકાંઠાની સ્પેશિયલ કોર્ટમાં નરેન્દ્ર મોદી અને તત્કાલીન ગૃહમંત્રી ગોર્ધન ઝડફિયા અને અન્ય 12 સામે 20 કરોડની નુકસાનીનો દાવો કર્યો હતો. તેમનો આરોપ હતો આ રાજ્યમાં થયેલી હિંસમાં તેમના સંબંધીઓની હત્યા કરવામાં આવી હતી. તેથી તેમને 20 કરોડનું નુકસાની વળતર જોઇએ.