Gujarat Exclusive > દેશ-વિદેશ > દરિયા કિનારે લોકો કરતા હતા મસ્તી, આ સમયે જ આવી ગઇ 20 વ્હેલ, Video વાયરલ

દરિયા કિનારે લોકો કરતા હતા મસ્તી, આ સમયે જ આવી ગઇ 20 વ્હેલ, Video વાયરલ

0
292

દરિયાઇ જીવોને લઇને અવાર નવાર કઇકને કઇક બહાર આવતુ રહે છે. ક્યારેક વ્હેલ માછલીના પેટમાં પ્લાસ્ટિક મળે છે તો ક્યારેક કેટલીક મોટી માછલીઓ દરિયા કિનારે મૃત મળે છે પરંતુ આ વખતે કઇક અલગ જોવા મળ્યુ હતું. દરિયા કિનારે લોકોને એક અથવા બે નહી પણ 20 વ્હેલ માછલી મળી હતી. સાઇમન આઇલેન્ડના ઇસ્ટ બીચ પર દરિયાની લહેરો સાથે 20 વ્હેલ કિનારા પર મળી હતી.


ડિક્સી મેકૉય નામની મહિલાએ ફેસબુક પર લાઇવ વીડિયો શેર કર્યો હતો. આશરે 14 મિનિટના આ વીડિયોમાં મહિલાએ વ્હેલને ત્યાં આવવા અને લોકો દ્વારા વ્હેલને પરત દરિયામાં મોકલવાની આખી ઘટના જણાવી છે.

ડિક્સીએ જણાવ્યુ, સાઇમન આઇલેન્ડ પર આશરે 20 વ્હેલ આવી ગઇ હતી. દરિયા કિનારે પહોચેલી કેટલીક વ્હેલ દરિયામાં જવાનો પ્રયાસ કરતી રહી તો કેટલાક લોકોએ તેને ધક્કો મારીને પરત મોકલી હતી.ડિક્સી જણાવે છે કે, જેવા જ અમે બીચ પર પહોચ્યા, અમે જોયુ કે ત્યાં પાણીમાં ઘણા લોકો ભેગા થયા છે. પહેલા તો અમને લાગ્યુ કે ત્યાં ડૉલફિન્સ હશે પરંતુ પાસે જઇને જોયુ તો વિશ્વાસ કરી શકતા નહતા, અમને દરિયા કિનારે આટલી વ્હેલ માછલીને જોઇને ઘણુ ખરાબ લાગ્યુ હતું.

ઘણી વ્હેલ તો ખુદ પાણીમાં જતી રહી હતી પરંતુ કેટલીક 3 વ્હેલ દરિયામાં પરત જઇ શકી નહતી અને મરી ગઇ હતી. જોર્જિયા ડિપાર્ટમેન્ટ ઓફ નેચરલ રિસોર્સે જણાવ્યુ કે ઘણી વ્હેલને બચાવી લેવામાં આવી છે પરંતુ જો અહી હાજર લોકોએ તેમની મદદ ના કરી હોત તો તેમના મોત થઇ શકતા હતા.

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ, રાજકોટ-જૂનાગઢમાં મેઘરાજાની ફરી એન્ટ્રી