Gujarat Exclusive > દેશ-વિદેશ > BJPના બે નેતાનો સોશિયલ મીડિયા ઉપર અશ્લીલ વીડિયો વાયરલ, બે નેતા સસ્પેન્ડ

BJPના બે નેતાનો સોશિયલ મીડિયા ઉપર અશ્લીલ વીડિયો વાયરલ, બે નેતા સસ્પેન્ડ

0
1043

ભારતીય જનતા પાર્ટી (BJP)ના હિમાચલ પ્રદેશના કુલ્લુમાં પાર્ટીના બે નેતાઓનો અશ્લીલ વીડિયો વાયરલ થયા પછી તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. કુલ્લુ જીલ્લા પાર્ટીની યુવા શાખાના નેતા અને પદાધિકારીના સોશિયલ મીડિયા ઉપર અશ્લિલ વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં બંને આપત્તિજનક સ્થિતિમાં નજરે પડી રહ્યા છે. હિમાચલ પ્રદેશ પોલીસે શનિવારે સૂચના પ્રૌધોગિક અધિનિયમ અનુસાર એક કેસ દાખલ કર્યો છે અને વીડિયોને શેર કરનારાને ચેતવણી આપી છે. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી હતી.

માનવામાં આવી રહ્યુ છે કે આ બંનેએ જ આ વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો બીજેવાયએમ નેતા (જેને પદભ્રસ્ત કરવામાં આવ્યુ છે)ની પત્નીને એ સમયે હાથે લાગ્યુ જ્યારે તે મહિલાએ ફેબ્રુઆરીમાં તેમના પતિને વોટ્સએપ ઉપર મોકલ્યો હતો. તે મહિલા અને નેતાની પત્ની વચ્ચે 13 મિનિટ લાંબી એક ઓડિયો ટેપ પણ વાયરલ થઈ છે, જેમાં નેતાની પત્ની તે મહિલાને તેના પતિથી દૂર રહેવાનુ કહી રહી છે.

પ્રદેશ બીજેપી ઉપાધ્યક્ષ ગણેશ દત્તે જણાવ્યુ કે, બંને નેતા કુલ્લુ જિલ્લાના ભાજપા પાર્ટીની યુવા શાખા ભારતીય જનતા યુવા મોર્ચા (બીજેવાયએમ)થી જોડાયેલા છે. કુલ્લુના પોલીસ અધિકારી ગોરવ સિંહે જણાવ્યુ કે કેસ દાખલ કરવામાં આવ્યો છે. જિલ્લા પોલીસે સોશિયલ મીડિયા યુઝર્સને શેર કરવા માટે ચેતવણી આપી છે.

જીલ્લા પોલીસે કહ્યુ કે, ‘વીડિયો જેણે શેર કર્યો છે અને જે આગળ શેર કરશે અથવા આ વીડિયોને જે પોતાની પાસે રાખશે તેમની વિરુદ્ધ કાયદાકીય પગલા લેવામાં આવશે.’ એસપીએ કહ્યુ કે, નેતાની પત્નીએ જો આવી કરતૂત કરી હશે તો તેમની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.

જમ્મુ-કાશ્મીરમાં 30 જુલાઇએ ભાજપની કોર ગ્રુપની બેઠક, પીએમ મોદી અને શાહ રહેશે હાજર