Gujarat Exclusive > દેશ-વિદેશ > 17 વિપક્ષી પાર્ટીઓના સાંસદોએ રાજ્યસભાના ચેરમેનને લખ્યો પત્ર, આ બાબતે વ્યક્ત કરી ચિંતા

17 વિપક્ષી પાર્ટીઓના સાંસદોએ રાજ્યસભાના ચેરમેનને લખ્યો પત્ર, આ બાબતે વ્યક્ત કરી ચિંતા

0
332

વિપક્ષી પાર્ટીઓએ સરકાર પર ઉતાવળમાં બિલોના પાસ કરાવવાનો આરોપ લગાવીને રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુને પત્ર લખ્યો છે. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ટીએમસી, બસપા, આરજેડી, ટીડીપી, સીપીએસ અને સીપીઆઈ સહિત 17 રાજનીતિક પાર્ટીઓને રાજ્યસભાના સભાપતિને પત્ર લખીને આગ્રહ કર્યો કે, ગૃહમાં વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયત્ન ના કરવામાં આવે. વિપક્ષી પાર્ટીઓએ સંસદમાં બિલો કોઈ પણ તપાસ વિના ઉતાવળમાં પસાર કરાવવા અંગે ચિંતા વ્યક્ત કરતા તેને સંસદીય પરંપરાની વિરૂદ્ધ જણાવી છે.

વિપક્ષી પાર્ટીઓએ વેંકૈયા નાયડુને લખેલ પત્રમાં જણાવ્યું કે, જે રીતે સરકાર બિલોને સ્થાયી સમિતિ પાસે તપાસ માટે મોકલ્યા વિના ઉતાવળમાં પાસ કરાવી રહી છે, તેના પર અમે અમારો વિરોધ અને ગંભીર આશંકા વ્યક્ત કરવા માંગીએ છીએ. આવા કાયદા ઘડવા માટેની સ્વસ્થ પરંપરા અને સ્થાપિત નિયમો વિરૂદ્ધ છે.

વિપક્ષી પાર્ટીઓને પોતાના પત્રમાં જણાવ્યું કે, 14મીં લોકસભામાં 60 ટકા બિલોને તપાસ માટે સંસદીય સમિતિ પાસે મોકલવામાં આવ્યા હતા. આજ રીતે 15મીં લોકસભામાં પણ 71 ટકા બિલોને સંસદીય સમિતિમાં મોકલવામાં આવ્યા છે. પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, 16મીં લોકસભામાં માત્ર 26 ટકા બિલોને તપાસ માટે સંસદીય સમિતિને સોંપવામાં આવ્યા છે, જ્યારે 17મી લોકસભાના શરૂઆતી સત્રમાં 14 બિલ પાસ કરાવી દેવામાં આવ્યા છે. જેમાંથી કોઈ પણ બિલ સંસદીય તપાસ માટે સ્ટેન્ડિંગ કમિટી કે સિલેક્ટ કમિટી પાસે મોકલવામાં આવી નથી.

વિપક્ષી પાર્ટીઓને રાજ્યસભાના સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂને આ મામલે હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, હાલના સત્રમાં કોઈ પણ તપાસ વિના 14 બિલો પાસ કરાવી દેવામાં આવ્યા છે, જ્યારે 11 અન્ય બિલો રજૂ કરવા અને ચર્ચા બાદ પાસ કરાવવા અંગે તૈયાર કરવામાં આવ્યા છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, 13,14,15 અને 16ની લોકસભાનું પ્રથમ સત્ર સંસદમાં 10-10 વખત બેસી હતી, આ દરમિયાન માત્ર કેટલાક બિલ પાસ થયા, પરંતુ તે પણ સંસદીય તપાસની કાર્યવાહીમાંથી પસાર થયા બાદ જ થયા હતા.

ઈશરત જહાં કેસ: વણઝારા અને અમીનની મુક્તિના આદેશને CBI નહીં પડકારે