Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ટ્રેનમાં મુસાફરોના ટેસ્ટિંગમાં વધુ 15 પોઝિટિવ કેસો મળ્યા

ટ્રેનમાં મુસાફરોના ટેસ્ટિંગમાં વધુ 15 પોઝિટિવ કેસો મળ્યા

0
42
  • નવમા દિવસે પણ ટ્રેનમાં અમદાવાદ આવતાં મુસાફરોનું ટેસ્ટિંગ થયું

  • રાજધાની એક્સપ્રેસમાંથી વધુ પોઝિટિવ કેસો મળવાનો સીલસીલો જારીં

અમદાવાદ: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા સતત નવમા દિવસે પણ દેશના જુદા જુદા સ્થળેથી ટ્રેન (15 positive cases were found in the train) મારફતે અમદાવાદ આવતાં મુસાફરોનું ટેસ્ટીંગ અમદાવાદ શહેરમાં નોવેલ કોરાના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા વિવિધ પગલાંઓ લેવામાં આવ્યા છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેરના સાતેય ઝોનમાં એક ખાસ ઝુંબેશ હેઠળ ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ ટેસ્ટિંગ દરમિયાન પરપ્રાંતિય મજુરો તથા કામદારોમાં કોરોના પોઝિટિવ કેસો મોટા પ્રમાણમાં મળી આવ્યા હતા.ચાલુ રાખ્યું હતું. આજના દિવસે 1628 મુસાફરોના ટેસ્ટ કર્યા હતા. તેમાંથી 15 કેસો પોઝિટિવ મળી આવ્યા હતા. જેમા સૌથી રાજધાની એક્સપ્રેસમાં (15 positive cases were found in the train) આવેલા 9 કોરોના પોઝિટિવ કેસો મળી આવ્યા હતા. તબક્કાવાર ટ્રેનમાં આવતાં મુસાફરોમાંથી કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.

આ પણ વાંચો: રાજપીપળા પાલિકાએ કોરોના કેહેર વચ્ચે શરૂ કર્યું વર્ષોથી ટલ્લે ચઢેલું આ કાર્ય

શહેરના જુદા જુદા વિસ્તારોમાં વસવાટ કરતાં મજૂરો/કામદારોને શોધવામાં ઘણો સમય વ્યતીત થતો હતો. બીજી તરફ કોરોના પોઝિટિવ ધરાવતા મજૂરો તથા કામદારો અન્ય સાથીદારોમાં સંક્રમણ ઊભું કરે તેવી શકયતા દેખાઇ રહી હતી. જેથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને અમદાવાદમાં પ્રવેશે તે પહેલાં જ પરપ્રાંતિય મજૂરો તથા કામદારોના ટેસ્ટ કરવાનું નક્કી કર્યું હતું.

જેના ભાગરૂપે જ અમદાવાદ રેલવે સ્ટેશન (15 positive cases were found in the train) પર ટેસ્ટીંગની કામગીરી હાથ ધરી હતી. કાલુપુર રેલ્વે સ્ટેશન પર આવેલી અમદાવાદ દિલ્હી વચ્ચેની રાજધાની એક્સપ્રેસના 754 મુસાફરોનું (15 positive cases were found in the train) ટેસ્ટિંગ થયું હતું. તેમાંથી 9 કોરોના પોઝિટિવ કેસો મળી આવ્યા હતા. જયારે ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનમાં (15 positive cases were found in the train) આવેલા 370 પ્રવાસીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી 4 કોરોના પોઝિટિવ કેસો મળ્યા હતા.

તે જ રીતે મુઝફરપુર એક્સપ્રેસ ટ્રેન (15 positive cases were found in the train) મારફતે આવેલા 504 પ્રવાસીઓની ચકાસણીમાં 2 પોઝિટિવ કેસો મળી આવ્યા હતા. આમ સરવાળે કુલ 1628 મુસાફરોનું દિવસ દરમિયાન ટેસ્ટિંગ કરાયું હતું. જેમાં 15 મુસાફરો કોરોના પોઝિટિવ નિકળ્યા હતા.

આ પણ વાંચો: ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનો રિપોર્ટ નેગેટીવ

કોરોના પોઝિટિવ આવેલા તમામ લોકોને મેડીકલ ટીમ દ્રારા તાત્કાલિક સારવાર આપવામાં આવી છે. તેમ જ તેઓને જરૂરી તબીબી સારવાર અર્થે કોવીડ કેર સેન્ટર/ કોવીડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આગામી સમયમાં પણ મોટાપાયા પર વિવિધ સ્થળોએ ટેસ્ટિંગની કામગીરી ચાલુ રહેશે તેવું કોર્પોરેશને જાહેર કર્યું છે.

ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 49 લાખની પાર

દેશમાં કોરોના વાઈરસ (Corona Virus) થી સંક્રમિતોની સંખ્યા 50 લાખની નજીક પહોંચી ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં જ કોરોનાના 83,809 નવા પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 1,054 લોકોના મરણ નોંધાયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, નવા કેસો ઉમેરવા સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 49,30,237 પર પહોંચી ચૂકી છે. જ્યારે અત્યાર સુધીમાં કોરોનાના કારણે 80,776 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

જો કે રાહતની વાત એ રહી છે કે, અત્યાર સુધીમાં 38,59,400 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે. એટલે કે, આટલા દર્દીઓ કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. સોમવારે જ 79,113 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

 

સોમવારે આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર અને તેલંગાણામાંથી એક સારા સમાચાર સામે આવ્યાં છે. જ્યાં 24 કલાકની અંદર સંક્રમિતોની સંખ્યા કરતાં સ્વસ્થ થનારા દર્દીઓનો આંકડો વધ્યો છે. હાલ દેશમાં 9,90,061 એક્ટિવ કેસો છે.

મહારાષ્ટ્રમાં સોમવારે કોરોનાના 17,066 નવા કેસ સામે આવ્યાં છે અને વધુ 257ના મરણ નોંધાયા છે. જેની સામે 15,789 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 10,77,374 પર પહોંચી ચૂકી છે. જ્યારે 2,91,256 કોરોના દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3229 નવા કેસો સામે આવ્યાં છે અને વધુ 26 લોકોના મરણ થયા છે. આ સાથે જ દેશની રાજધાનીમાં કોરોના કેસોનો આંકડો વધીને 2,21,533 પર પહોંચી ચૂક્યો છે. જ્યારે કુલ મોતનો આંકડો 4770 પર પહોંચ્યો છે. સોમવારે 3374 દર્દીઓ સ્વસ્થ થવા સાથે જ અહીં અત્યાર સુધીમાં 1,88,122 દર્દીઓ સ્વસ્થ થઈ જતાં તેમને રજા આપવામાં આવી છે.