Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં બે વર્ષમાં પોલીસ કસ્ટડીમાં 133 લોકોના મોત: સરકાર

ગુજરાતમાં બે વર્ષમાં પોલીસ કસ્ટડીમાં 133 લોકોના મોત: સરકાર

0
288

ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં પોલીસ કસ્ટડીમાં 130થી વધુ લોકોના મોત નીપજ્યા છે. રાજય સરકારે ગુરૂવારે વિધાનસભામાં આ જાણકારી આપી હતી. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક પ્રશ્નનો લેખિત ઉત્તર આપતા જણાવ્યું કે, સરકારે છેલ્લા 2 વર્ષમાં (30 એપ્રિલ 2019 સુધી) (30 એપ્રિલ 2019 સુધી) પોલીસ કસ્ટડીમાં મોતને ભેટેલા લોકોના પરિવારને રૂ. 23.50 લાખનું વળતર ચૂકવ્યું છે.

રાજ્યમાં પોલીસ કસ્ટડી મૃત્યુનો મામલો અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પ્રશ્નોતરી કાળ દરમિયાન ઉઠાવ્યો હતો. મેવાણી જાણવા માંગતા હતા કે, કસ્ટડીમાં મૃત્યુ કેસમાં તપાસ બાદ દોષિત અને જુનિયર પોલીસમેન અધિકારીઓ વિરૂદ્ધ શું કાર્યવાહી કરવામાં આવી છે.

આ બાબતનો ઉત્તર આપતા મુખ્યમંત્રી વિજય રુપાણીએ જણાવ્યું કે, રાજ્યામાં છેલ્લા 2 વર્ષની અંદર પોલીસ કસ્ટડીમાં 133 લોકોના મોત થયા છે. આ મામલે એક પોલીસ નિરિક્ષક, એક હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલની ધરપકડ કરી તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય કેસોમાં પર ત્રણ હેડ કોન્સ્ટેબલને દંડ ફટકારવામાં આવ્યો છે.

આ સિવાય 1 ઈન્સ્પેક્ટર, 2 સબ ઈન્સપેક્ટર, 5 આસિસ્ટન્ટ સબ ઈન્સપેક્ટરો, 3 હેડ કોન્સ્ટેબલો અને 3 કોન્સ્ટેબલોના નામ ચાર્જશીટમાં સામેલ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, સરકારે કસ્ટડીમાં મોત કેસની તપાસ બાદ એક ASIનો પગાર વધારો અટકાવીને ગ્રામ રક્ષક દળના બે જવાનોને સસ્પેન્ડ કરી દીધા છે.

સોનભદ્ર હત્યાકાંડ: પ્રિયંકા ગાંધીની પીડિતોને મળવાની જીદ, કહ્યું- ‘જેલ જવા તૈયાર’