Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > વલસાડમાં ધોરણ 7માં ભણતી સગીરાને હત્યાની ધમકી આપી દુષ્કર્મ આચર્યુ

વલસાડમાં ધોરણ 7માં ભણતી સગીરાને હત્યાની ધમકી આપી દુષ્કર્મ આચર્યુ

0
286

વલસાડના ગ્રીન પાર્કમાં રહેતી અને ધોરણ 7માં ભણતી 11 વર્ષીય સગીરા સાથે 27 વર્ષના હાર્દિક નાયકાએ મારી નાખવાની ધમકી આપી વાડીમા લઈ જઈને સગીરા ઉપર દુષ્કર્મ આચર્યુ હતુ. સગીરાની માતા ઘટના સ્થળ ઉપર આવી જતાં મામલો સીટી પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે રવિવારે આરોપીને ધરપકડ કરી છે.

વલસાડના ગ્રીનપાર્ક વિસ્તારમાં રહેતો પરિવારની 11 વર્ષની સગીરા વર્ષા (નામ બદલ્યું છે) ધો.7માં અભ્યાસ કરે છે. શનિવારે બપોરે સ્કૂલેથી ઘરે પરત ફરતી વખતે તેની માતા ઘર કામ કરવા ગઈ હતી. પિતા મજૂરી કામે ગયા હતા. વર્ષાના ઘર બહાર ડેરા ફળિયામાં રહેતો હાર્દિક નાયકા સાઇકલ લઈને ઘર નજીક આવ્યો હતો અને વર્ષાને તેની સાથે આવવા જણાવ્યું હતું. નહીં આવે તો વર્ષાને મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી વર્ષા તેની પાછળ ગઈ હતી. નજીકના વિસ્તારમાં ઘરકામ કરતી સદનસીબે વર્ષાની માતાએ હાર્દિકને વર્ષા સાથે જતા જોઈ લીધી હતી. વર્ષાની માતાને હાર્દિક ઉપર શંકા જતાં જલ્દીથી ઘર કામ પતાવી ઘરે પરત આવી વર્ષાને શોધી હતી. ગ્રીનપાર્ક પાસે આવેલી આરઝુ બેકરી પાછળ આવેલી વાડીની ઝાડીમાં વર્ષા ઉપર હાર્દિકે દુષ્કર્મ આચરી લીધો હતો. હાર્દિકને વર્ષાની માતાએ ઝડપી લીધો હતો. વર્ષાની માતાએ બુમાબુમ કરતા હાર્દિક ત્યાંથી ફરાર થઇ ગયો હતો. વર્ષાને તેની માતાએ પૂછતાં તેને હાર્દિકે મારી નાંખવાની ધમકી આપી હોવાનું જણાવ્યું હતું અને અગાઉ પણ એક વખત હાર્દિકે તેનું ઘર તોડાવી નાંખવાની ધમકી આપીને આ જ વાડીમાં તેની સાથે દુષ્કર્મ આચર્યુ હોવાનું વર્ષાએ માતાને જણાવ્યું હતું. વર્ષાના પિતા પરત આવતા સમગ્ર ઘટનાની જાણ કરી હતી. સીટી પોલીસ મથકે વર્ષાની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે પ્લાન ઘડયો હતો. રવિવારે આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

સગીરાની મેડિકલ તપાસ કરવામાં આવી છે

દુષ્કર્મની ફરિયાદ નોંધાયા બાદ વર્ષાની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી હતી. સીટી પોલીસ દ્વારા વર્ષાનું મેડિકલ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. વલસાડ સીટી પોલીસ દ્વારા આરોપી હાર્દિકની પ્રાથમિક પૂછપરછ બાદ રવિવારે ધરપકડ કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી