Gujarat Exclusive > દેશ-વિદેશ > હિન્દૂ મહાસભાના કાર્યકર્તાઓએ લોહીથી લખ્યા 101 પત્ર, 49 હસ્તીઓના પુરસ્કાર પરત લેવાની કરી માંગ

હિન્દૂ મહાસભાના કાર્યકર્તાઓએ લોહીથી લખ્યા 101 પત્ર, 49 હસ્તીઓના પુરસ્કાર પરત લેવાની કરી માંગ

0
231

અખિલ ભારત હિન્દૂ મહાસભાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશના વિવિધ ભાગમાં ભીડ દ્વારા માર મારીને થતી હત્યા (મૉબ લિચિંગ)ની ઘટનાઓ વિરૂદ્ધ તાજેતરમાં પત્ર લખનારી 49 હસ્તીઓ પર દેશદ્રોહના આરોપમાં કાર્યવાહીની માંગ કરી છે. હિન્દૂ મહાસભાના કાર્યકર્તાઓએ વડાપ્રધાનને મોકલવામાં આવેલા લોહીથી 101 પત્રોમાં કહેવામાં આવ્યું કે ‘ગદ્દારો’ વિરૂદ્ધ દેશદ્રોહના આરોપમાં કાર્યવાહી કરવામાં આવવી જોઈએ અને તેમને મળેલા રાષ્ટ્રીય પુરસ્કાર પરત લેવા જોઈએ. હિન્દૂ મહાસભાના રાષ્ટ્રીય પ્રવક્તા અશોક પાંડેએ પત્રકારોને કહ્યું કે મુસ્લિમો અને દલિતોના તથાકથિત મોબ લિંચિગનો મુદો દુનિયામાં ભારતને બદનામ કરવા માટેનું ષડયંત્ર હેઠળ ઉઠાવવામાં આવી રહ્યો છે.

પાંડેયએ કહ્યું કે લઘુમતીઓ અને દલિતોના મસીહા બનવાનો પ્રયાસ કરી રહેલી આ મોટી હસ્તીઓ અને માનવાધિકાર સંગઠન તે સમયે ચુપ રહે છે જ્યારે કાશ્મીર ઘાટીમાં હિન્દુઓને નિશાન બનાવવામાં આવે છે. બીજી તરફ એક અન્ય સંગઠન હિન્દૂ જાગરણ મંચે રોડ પર નમાજની સાથે-સાથે આરતી અને હનુમાન ચાલીસાના પાઠ કરતા રોક લગાવનારા અલીગઢના જિલ્લા અધિકારી ચંદ્રભૂષણ સિંહને સસ્પેન્ડ કરવાની માંગ કરતા આવુ ના કરવા પર પ્રદેશવ્યાપી આંદોલનની વાત કરી છે.

મંચના પ્રદેશ અધ્યક્ષ સુરેન્દ્ર સિંહ ચૌહાણે સંગઠનના મહાસચિવ સુરેન્દ્ર સિંહ ભગોર વિરૂધ ફરિયાદ દાખલ કરવા માટે જિલ્લા અધિકારીની ટિકા કરી છે. રસ્તા પર કોઇ પણ ધાર્મિક અનુષ્ઠાન કરવા પર લાગેલા પ્રતિબંધને હટાવવા પર જિલ્લા અધિકારીને અંજામ ભોગવવાની ધમકી આપવાના આરોપમાં ભગોર વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

ત્રણ તલાક બિલ રાજ્યસભામાં પાસ,પક્ષમાં 99 વિપક્ષમાં 84 મત પડ્યા