Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > નિવૃત મહિલા પ્રોફેસરના બંગલોમાંથી તસ્કરો રૂ.10 લાખના દાગીના ચોરી ફરાર

નિવૃત મહિલા પ્રોફેસરના બંગલોમાંથી તસ્કરો રૂ.10 લાખના દાગીના ચોરી ફરાર

0
91

રાજકોટની મીનાબેન કુંડલીયા મહીલા કોલેજમાંથી નિવૃત થયેલા પ્રોફેસર પિતાનું શ્રાધ કરવા ભાઈના ઘરે ગયા હતા

અમદાવાદ: સુભાષબ્રિજ કલેકટર ઓફીસ સામે બંગલોમાં રહેતાં અને રાજકોટની મીનાબેન કુંડલીયા મહિલા કોલેજ (Meenaba Kundaliya Women Collage)માંથી નિવૃત થયેલા મહિલા પ્રોફેસર (Meenaben Narhariprasad Pandya) પિતાનું શ્રાધ કરવા ભાઈના ઘરે માતા સાથે ગયા હતા. દરમિયાનમાં તસ્કરો મકાનની બારીની ગ્રીલ તોડી બંગલામા પ્રવેશ્યા હતા. તસ્કરો પેટી પલંગનું લોક તોડી રૂ.22 હજારની રોકડ અને રૂ.10.24 લાખના દાગીના મળી કુલ રૂ.10.46 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

સુભાષબ્રિજ કલેકટર ઓફિસ સામે રિઝર્વ સ્ટાફ ક્વાર્ટસની બાજુમાં સ્વતંત્ર બંગલોમાં રહેતાં મીનાબેન નરહરીપ્રસાદ પંડ્યા (Meenaben Narhariprasad Pandya)(ઉં, 64) 2005માં પ્રોફેસર તરીકે વીઆરએસ લઈ નિવૃત્ત થયા હતા.

મીનાબેન (Meenaben Narhariprasad Pandya) તેમના વયોવૃધ્ધ માતા પ્રભાવતીબહેન (ઉં,85) સાથે રહે છે.

આ પણ વાંચો: યુવકને જમીન પર સૂવડાવી માર મારતો પોલીસનો VIDEO વાયરલ, કરી સ્પષ્ટતા

ગત તા.4ના રોજ મીનાબેન (Meenaben Narhariprasad Pandya) અને તેમની માતા પ્રભાવતીબહેન પિતાનું શ્રાધ કરવા માટે ગાંધીનગર વાવોલ ખાતે રહેતાં ભાઈ જયકુમાર પંડ્યાના ઘરે ગયા હતા.

સોમવારે બપોરે 1 વાગ્યે માતા પુત્રી ઘરે પરત ફર્યા હતા.

લોક ખોલી ઘરમાં પ્રવેશી જોયું તો રૂમની અંદરની બારીની ગ્રીલ તૂટેલી હતી.

ઘરમાં પેટી પલંગ તથા રૂમના કબાટનો સામાન વેરવિખેર પડ્યો હતો.

તસ્કરોએ ઘરમાં પડેલા પેટી પલંગનું લોક તોડી તેમાંથી રૂ. 22 હજારની રોકડ અને સોનાના દાગીના જેમાં ચાર મંગળસૂત્ર,

એક દોરો, સોનાની 10 જોડ બુટ્ટી, 10 નંગ નાકમાં પહેરવાની ચૂની, હાથની લકી, ગોળ સિક્કો અને

ચાંદીની 100 ગ્રામની પાટ વગેરે મળી રૂ.10.24 લાખની મત્તા સાથે કુલ રૂ.10.46 લાખની ચોરી કરી હતી.

આ પણ વાંચો: PM મોદીના સંભવિત આગમનને પગલે તંત્ર સજ્જ: SOU વિસ્તારમાં કોરોના ટેસ્ટ કેમ્પ

બનાવને પગલે રાણીપ પોલીસે સ્થળ પર જઈ તપાસ હાથ ધરી હતી. મીનાબહેનની ફરિયાદને પગલે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.